દીન દુઃખિયાનો તું છે બેલી, તુ છે તારણહાર તારા મહિમાનો નહીં પાર (૨ વાર) રાજપાટને વૈભવ છોડી, છોડી દીધો સંસાર તારા મહિમાનો નહીં પાર (૨ વાર) દીન દુ:ખિયાનો…
ચંડકોશીયો ડસિયો જ્યારે, દુધની ધારા પગથી નીકળે; વિષને બદલે દૂધ જોઈને, ચંડકોશીયો, આવ્યો શરણે, ચંડકોશીયાને તે તારી, કીધો ઘણો ઉપકાર તારા મહિમાનો નહીં પાર (૨ વાર)
દીન દુ:ખિયાનો…
કાનમાં ખીલા ઠોક્યાં જ્યારે, થઈ વેદના પ્રભુને ભારે તોયે પ્રભુજી, શાંતિ વિચારે, ગોવાળનો નહિ વાંક લગારે, ક્ષમા આપીને, તે જીવોને, તારી દીધો સંસાર તારા મહિમાનો નહીં પાર (૨ વાર)
દીન દુ:ખિયાનો…
મહાવીર મહાવીર ગૌતમ પુકારે, આંખોથી આંસુની ધાર વહાવે; ક્યાં ગયા એકલા છોડી મુજને, હવે નથી કોઈ જગમાં મારે, પશ્ચાત્તાપ કરતા કરતા, ઉપન્યું કેવળજ્ઞાન
તારા મહિમાનો નહીં પાર (ર વાર) દીન દુઃખિયાનો…
‘જ્ઞાન વિમલ’ ગુરુ વયણે આજે, ગુણ તમારા ગાવે હરખે; થઈ સુકાની તું પ્રભુ આવે, ભવજલ નૈયા પાર ઉતારે, અરજ અમારી દિલમાં ધારી વંદન વાર હજાર
તારા મહિમાનો નહીં પાર (૨ વાર)
દીન દુઃખિયાનો…
Din Dukhiya No Tu Chhe Beli – Mahavir Swami Jain Stavan in English
Din Dukhiya no tu chhe Beli,
Tu chhe Taranhar,
Tara Mahimano nathi paar (2 vaar)
Rajpaat ne Vaibhav chhodi,
Chhodi didho Sansar,
Tara Mahimano nathi paar (2 vaar)
Din Dukhiya no…
Chandkoshiyo dasiyo jyare,
Dudhni dhara pagthi nikle;
Vish ne badle dudh joyine,
Chandkoshiyo, aavyo sharan;
Chandkoshiyane te tari,
Kidho ghano upkar,
Tara Mahimano nathi paar (2 vaar)
Din Dukhiya no…
Kaan ma khila thokya jyare,
Thai vedna prabhu ne bhaare;
Toy prabhuji, shanti vichhare,
Govaalno nahi vaank lagaare;
Kshama api ne, te jivone,
Tari didho sansar,
Tara Mahimano nathi paar (2 vaar)
Din Dukhiya no…
Mahavir Mahavir Gautam pukare,
Aankhothi aansuni dhaar vahe;
Kya gaya ekla chhodi mujane,
Hav nathi koi jagma maare,
Pashchattaap karta karta,
Upanyu Keval Gyan,
Tara Mahimano nathi paar (2 vaar)
Din Dukhiya no…
‘Gyan Vimal’ guru vayane aaje,
Gun tamara gave harkhe;
Thai Sukani tu Prabhu aave,
Bhavajal naiya paar utaare,
Araj amaari dilma dhaari,
Vandan vaar hajaar,
Tara Mahimano nathi paar (2 vaar)
Din Dukhiya no…